Friday, 2 August 2019

મોદી સરકાર કરી રહી છે મોટો ધડાકો, 1968 બાદ પહેલી વખત બદલાઈ રહી છે શિક્ષણ નીતિ

મોદી સરકાર કરી રહી છે મોટો ધડાકો, 1968 બાદ પહેલી વખત બદલાઈ રહી છે શિક્ષણ નીતિ

દેશમાં 1968 બાદ પ્રથમ વખત શિક્ષણ નીતિ બદલવા માટે કેન્દ્ર સરકાર વિચારી રહી છે. તમામ રાજ્યોના સૂચન મંગાવવામાં આવ્યા છે. જેના ભાગ રૂપે રાજ્યમાં ક્યાંક રાજ્ય સરકાર તરફથી તો ક્યાંક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શિક્ષણવિદ એકઠા થઇ રહ્યા છે અને વિચાર વિમર્શ ચાલી રહ્યો છે. પરંતુ હજુ આ ડ્રાફ્ટ પોલિસી છે એટલે કેન્દ્રની નીતિ સાથે તમામ વાતે સહમત થવું જરૂરી નથી. તેની સહમતિ અને અસહમતિ માટે યોગ્ય કારણો દર્શાવવા પડશે. નવી શિક્ષણ નીતિ ઘડાઇ જ રહી છે ત્યારે તેમાં ક્યાય કચાશ ન રહે તે જોવાની જવાબદારી શિક્ષણ વિદોની પણ છે અને સરકારની પણ છે. શિક્ષણમાં જે ખામીઓ છે તે દૂર કરવાની જરૂર છે.
આમ નવી શિક્ષણ નીતિને લઈને ચર્ચાઓ કરવામાં આવી છે તો હજી પણ શિક્ષણ ક્ષેત્રે જે ખામીઓ છે તે દૂર કરવાની જરૂર છે સાથે જ સરકારની જે નીતિઓ છે તેને પણ બદલવી જરૂરી બની ગઈ હોવાનું સામે આવ્યું છે
નવા એચઆરડી મિનિસ્ટર રમેશ પોખરિયાલ નિશકે પદ સંભાળ્યું તેના થોડા સમય પછી જ નવી એજયુકેશન પોલીસી બનાવી રહેલી કમિટીએ તેનો ડ્રાફટ સોંપ્યો.આ પોલીસીની લગભગ બે વર્ષથી રાહ જોવાઇ રહી હતી અને આખરે તે તૈયાર થઇ મંત્રાલય પહોચી ગઇ છે. પોલિસીમાં સૌથી વધુ ફોકસ ભારતીય ભાષાઓ પર અપાયું છે. તેમાં કહેવાયું છે કે, બાળકોને ઓછામાં ઓછા પાંચમા ધોરણ સુધી માતૃભાષામાં ભણાવવા જોઇએ. સાથે જ શરૂઆતથી જ બાળકોને ત્રણ ભારતીય ભાષાઓનું જ્ઞાન આપવું જોઇએ. જો વિદેશી ભાષા પણ ભણવી છે તો તે ચોથી ભાષા તરીકે હોઇ શકે છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ શરૂઆતથી પ્રાઇમરીનો અભ્યાસ માતૃભાષામાં કરાવવાની માગ કરતો રહ્યો છે, નવી એજયુકેશન પોલીસીમાં કહેવાયું છે કે, બાળકોને લઇને ઓછામાં ઓછા પાંચમા ધોરણ સુધી અને આમ તો આઠમા ધોરણ સુધી માતૃભાષામાં જ ભણાવવા જોઇએ, અને પહેલા ધોરણમાં બાળકોને ત્રણ ભારતીય ભાષાઓ વિશે પણ ભણાવવું જોઇએ. જેમાં તે બોલવાનું શીખે અને તેની સ્ક્રિપ્ટ ઓળખે અને શીખે, ત્રીજા ધોરણ સુધી માતૃભાષામાં જ લખે અને તે પછી બે અન્ય ભાષાઓ લખવાનું પણ શરૂ કરે. જો કોઇ વિદેશ ભાષા પણ શીખવા ઇચ્છે છે તો તે આ ત્રણ ભારતીય ભાષાઓ ઉ૫રાંત સૌથી ભાષા તરીકે ભણાવવામાં આવે.
નવી એજયુકેશન પોલીસી ડ્રાફટમાં પ્રાઇવેટ સ્કુલો દ્વારા મનફાવે તેમ ફી વધારવા પર પણ લગામ કરાવા કહેવાયું છે. તેમાં કહેવાયું છે કે, સ્કુલોને ફી નકકી કરવાની છૂટ હોવી જોઇએ, પરંતુ તેઓ એક નિશ્ચિંત લિમિટ સુધી જ ફી વધારી શકે છે. તેના માટે મોંઘવારી દર અને બીજા ફેકટર જોઇને નકકી કરવાનું રહેશે કે તે કેટલા ટકા ફી વધારી શકે છે. દર ત્રણ વર્ષમાં રાજયોની સ્કુલ રેગ્યુલેટરી ઓથોરીટી જોશે કે તેમાં કયા કયા ફેરફાર કરવાના છે.
ફી નકકી કરવાને લઇને રાષ્ટ્રીય બાળ આયોગ પણ પહેલા ગાઇડલાઇન આપી ચુકયું છે. તેમાં પણ કહેવાયું છે કે, મોંઘવારી દર અને બીજા જરૂરી ફેકટરના આધારે નકકી થાય કે પ્રાઇવેટ સ્કુલ કેટલી ફી વધારી શકે છે. બાળ આયોગે તો તેનું ઉલ્લંઘન કરનારા પર કડક કાર્યવાહીની જોગવાઇની પણ ભલામણ છે. બાલમંદીરથી યુનિવર્સિટી કક્ષાના શિક્ષણમાં ધરમૂળથી પરિવર્તનની આવશ્યકતા છે. તો નવા આયામો વિષે પણ ચિંતન કરવું પડશે.

No comments:

Post a Comment

💥BREKING NEWS💥Vidhyasahayak Bharati 6 thi 8 2nd Waiting Round declared call letter

💥BREKING NEWS💥Vidhyasahayak Bharati 6 thi 8 2nd Waiting Round declared call letter Vidyasahayak Bharti 2019 Waiting 2 Round Vid...